ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં મેઘરાજાની ઘમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે નિવેદન આપ્યુ છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા છે.. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
મહત્વનું છે કે, હવામાન વિભાગે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા છે..અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે..
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માળિયામાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગઢડામાં સવા 2 ઈંચ, કુતિયાણામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તો તાલાલામાં 2 ઈંચ, મેંદરડામાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે.