બનાસકાંઠામાં આવેલા ડીસા શહેરમાં કનૈયા માર્બલની ઓફીસમાં વેપારીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગત અનુસાર વિનોદ અગ્રવાલ નામના વેપારીએ ગળેફાંસો કરી જીંદગી ટુંકાવી હોવાનું જણાવા મળી રહ્યું છે. તેમજ આથિક મંદીના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસનાં સંકટ સમયે ડીસા શહેરમાં વેપારીએ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.
આપને જણાવી દઈએ કે, હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે એમ પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગરીબ પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અનેક એવા વેપારીઓ પણ છે જે પરેશાન થઈ રહ્યા છે. લોકડાઉનના કારણે તમામ લોકો ઘરમાં જ છે. ધંધા વેપાર બધુ બંધ છે. તેવામાં લોકોને પૈસાની ભીંસ પડી રહી છે. તેમજ સમગ્ર દેશને હાલ આર્થિક રીતે નુકશાન વેઠવું પડી રહ્યું છે. તેવામાં વિનોદ અગ્રવાલ નામના વેપારીએ ગળેફાંસો કરી જીંદગી ટુંકાવી હોવાનું જણાવા મળી રહ્યું છે. તેમજ આથિક મંદીના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.