ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તેના કારણે રાજકીય લેબોરેટરી ગણવા માં આવતા મહેસાણા જિલ્લા માં છેલ્લા ઘણા સમય થી રાજકારણ ગરમાયુ છે. ત્યારે વિપુલ ચૌધરી જૂથ દ્વારા ભાજપ માં હોવાની વાતો કરી રહ્યું છે છતાં પણ ભાજપ શાસિત મહેસાણા દૂધસાગર ડેરી વિરુધ્ધ પુરજોશ માં પ્રચાર પ્રસાર કરવા માં આવી રહ્યો છે.
દૂધસાગર ડેરીના રાજકારણ ગરમાવાના પગલે મહેસાણા દૂધસાગર દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ અને ચૌધરી સમાજ દ્વારા ઋષિકેશ પટેલ અને ડેરી ના ચેરમેન અશોક ચૌધરી નો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની ઉપસ્થિતિ માં સન્માન સમારોહ યોજવા માં આવ્યો હતો. ભાજપ પ્રેરિત સન્માન સમારોહ ઋષિકેશ પટેલના રાજીનામાં ની વિપુલ ચૌધરી દ્વારા માંગણી અને દૂધસાગર ડેરી માં થયેલા ગત ટર્મ થયેલા ભ્રષ્ટાચાર મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો..તેમજ સન્માન સમારોહ માં સી.આર.પાટીલ ની અધ્યક્ષતા માં કોંગ્રેસ વિચારચાર ધરાવતા લોકો મોટી સંખ્યા માં ભાજપ માં જોડાયા હતા તેમજ સ્ટેજ પરથી આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ દ્વારા નામ લીધા વગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને આડે હાથ લીધો હતો