વિસનગર નગરપાલિકામાં બુધવારે પ્રમુખ વર્ષાબેન પટેલની ચેમ્બરમાં બેઠેલા પ્રમુખના પતિ હર્ષદ પટેલ અને પાલિકાનાઉપપ્રમુખ રૂપલ પટેલ વચ્ચે બોલાચાલી થતાં ઉપપ્રમુખે લાફો ઝીંકી દીધાની ઘટનાથી પાલિકામાં ભાજપમાં ચાલી રહેલા ખટરાગખૂલીને બહાર આવી ગયો છે. પાલિકા પ્રમુખના પતિ હર્ષદ પટેલે તેમને લાફો માર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, ઉપપ્રમુખ રૂપલપટેલે તેમને પ્રમુખની ખુરશીમાં બેઠેલા હોઇ ના પાડતાં તેમણે ચેમ્બરમાંથી બહાર નીકળી જવાનું કહેતાં મામલો ઉગ્ર બન્યો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે છેલ્લા મહિનાઓથી વિવાદ ચાલે છે, જેના કારણેગત સામાન્ય સભામાં પણ ઉપપ્રમુખ સભ્યો જોડે નીચે બેઠા હતા. વિસનગર પાલિકામાં બુધવારે પાલિકા પ્રમુખ વર્ષાબેનપટેલની ખુરશીમાં પ્રમુખના પતિ હર્ષદભાઇ પટેલ બેઠેલા હતા.
આ સમયે ઉપપ્રમુખ રૂપલ પટેલ આવતાં તેમની વચ્ચેબોલાચાલી થઇ હતી. જેમાં ઉપપ્રમુખે હર્ષદભાઇને લાફો ઝીંકી દેતાં મામલો ગરમાયો હતો. જોકે, થોડાક સમય પછી મામલોશાંત પડી જતાં પ્રમુખના પતિ અને ઉપપ્રમુખ નીકળી ગયા હતા. આ ઘટનાને લઇ નગરપાલિકામાં હોહા મચી ગઇ હતી.ઉલ્લેખનીય છે કે, પાલિકામાં છેલ્લા કેટલાક મહિનાથી પ્રમુખ વર્ષાબેન પટેલ અને ઉપપ્રમુખ રૂપલભાઇ પટેલ વચ્ચે વિવાદ ચાલીરહ્યો છે. જેના કારણે પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઉપપ્રમુખની ખુરશી પણ નથી તેમજ સામાન્ય સભામાં પ્રમુખ જોડે બેસતા ઉપપ્રમુખ રૂપલ પટેલ ગત સા.સભામાં સભ્યો જોડે નીચે બેઠેલા જોવા મળ્યા હતા.