મહેસાણા જિલ્લામાં રોજના 400 થી 500 નવા કોરોના ના કેસ નોંધાઇ રહ્યા છે. અને કોરોના ના કારણે મોતનો આંકડો પણ પ્રતિદિન વધી રહ્યો છે. જેને કારણે મહેસાણા પાલિકા દ્વારા બીજા હંગામી સ્મશાન ની સગવડ ઊભી કરવાની ફરજ પડી છે. મહેસાણા પરા વિસ્તારમાં વર્ષો જૂનું હિન્દુ સ્મશાન ભૂમિ આવેલું છે. જ્યાં કોરોના ના કારણે મૃતદેહો વધુ આવતા ગેસની ભઠ્ઠી પણ થોડા જ દિવસોમ ઓગળી ગઈ હતી.
અને મૃતદેહોની લાઈનો લાગી જતા મહેસાણા પાલિકા દ્વારા RTO કચેરી પાછળ પડતર જગ્યામાં હંગામી સ્મશાન ઉભુ કરવાની ફરજ પડી છે. અહી આજથી 6 પ્લેટફોર્મ અને 5 ભઠ્ઠી ની સગવડ કરવામાં આવી છે. જેથી હિન્દુ સ્મશાન ભૂમિ એ લાગતી લાઈનો ની જગ્યાએ આર ટી ઓ પાછળ હંગામી સ્મશાન ગૃહમાં કોરોના થી મૃત્યુ પામેલ દર્દીઓની અંતિમક્રિયા કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, મહેસાણામાં વર્ષો જૂનું એક હિન્દુ સ્મશાન ભૂમિ પરા વિસ્તારમાં આવેલું છે. જે ઉપરાંત અન્ય ત્રણ જગ્યાઓ મળી કુલ 5 જગ્યાઓએ મૃતદેહો ની અંતિમક્રિયા કરાઇ રહી છે