શ્રી રામચંદ્ર સમિતિ, મહેસાણા આયોજીત વિશ્વ વિખ્યાત રામ કથા મર્મજ્ઞ અને યુથ વકતા ર્ડા. કુમારવિશ્વાસ તથા Zee TV ના સ્વર્ણના ગાયકો અને સંગીતકારો ની ટીમ દ્વારા પ્રસિધ્ધ ધારાવાહિક સ્વર ભારતસંગીતમય-કવિતામય આધ્યાત્મિક સંધ્યા અપને અપને રામ APMC ગ્રાઉન્ડ, પાલડી ત્રણ રસ્તા,વિસનગર ખાતે યોજવામાં આવી છે. તા. 14 અને 15 મેં એમ બે દિવસ સુધી યોજાનાર આ ભક્તિમયકાર્યક્રમ ની શરૂઆત વાળીનાથ મંદિર તરભ ના મહંત જયરામ ગિરી બાપુ ના હસ્તે તુલસી ક્યારા માં જળચડાવી ને શરૂઆત કરી હતી. વિશ્વ વિખ્યાત રામ કથા મર્મજ્ઞ અને યુથ વકતા ર્ડા. કુમાર વિશ્વાસ તથાતેમની સાથે પધારેલ ગાયકો અને સંગીતકારો ની ટીમ દ્વારા સુંદર રસ પાન કરાવ્યું હતુ. ખાસ કુમારવિશ્વાસે જણાવ્યું હતું કે ગુજરાતની ભૂમિ નરસિંહ મહેતા ,મોરારી બાપુ,રમેશ ઓઝા,ઉપરાંત અનેક કથાકારો અને સાહિત્ય કારોની ભૂમિ છે હું આજે વિસનગર આવ્યો છું જેનો મને આનન્દ છે
કુમાર વિશ્વાસેઆજે પોતાના અનોખા અંદાજ અને શૈલી માં રામ કથા ને આજના વર્તમાન ના સાપેક્સમાં મુલવી ને રજૂ કરી હતી. આ કાર્યક્રમ માં આરોગ્ય અને જળ સંપત્તિ મંત્રી ઋષિકેશ પટેલ, મહેસાણા ના સાંસદશારદાબેન પટેલ,સામાજિક કાર્યકર સોમાભાઈ પટેલ, વિજાપુરના ધારાસભ્ય રમણ પટેલ,ખેરાલુ નાધારાસભ્ય અજમલજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ,મહેસાણા જિલ્લા ભાજપપ્રમુખ જશુભાઈ પટેલ,પૂર્વ રાજ્ય સભા સાંસદ નટુજી ઠાકોર, વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ સતીશ પટેલ,વાળીનાથ ગાદી ના મહંત જયરામ ગિરી બાપુતથા ખુબ મોટી સંખ્યા માં મહેસાણા જિલ્લાનાનાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.