મહેસાણા જિલ્લાની વડનગર સિવિલ હોસ્પિલમાં રોજના મોટી સંખ્યામાં દર્દીઓ કોઈને કોઈ બિમારીના ઈલાજ માટે આવતા જતા હોય છે. દર્દીઓ તેમજ તેમના સગા-સંબંધીઓ પણ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે અવર જવર કરતા હોવા છતાં સિવિલ હોસ્પિટલ નજીક કોઈ બસ સ્ટોપેજ આપવામાં આવ્યુ નથી જેના પગલે દર્દી અને તેમના સગા સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે વડનગર સિવિલ હોસ્પિટલ નજીક બસ સ્ટોપેજ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
મહેસાણા વડનગર સિવિલ હોસ્પિટલ નજીક બસ સ્ટોપેજ માટે એસટી વિભાગને સ્થાનિકો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. બસ સ્ટોપેજ ન હોવાથી એસટી બસના ડ્રાઈવર દ્વારા સિવિલ હોસ્પિટલ નજીક બસ ઉભી રાખવામાં આવતી નથી. જેના કારણે લોકોએ હોસ્પિટલ આવવા મજબૂરીમાં રીક્ષામાં બેસીને બસભાડા કરતા વધુ ભાડુ ચુકવવુ પડતુ હોય છે. જેથી ઝડપથી વડનગર સિવિલ હોસ્પિટલ નજીક બસ સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોએ કરી છે.