છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે. રોજે કોઈને કોઈ જગ્યાએ ચોરી અને લૂંટના બનાવી બની રહ્યા છે. પોલીસ અને પ્રસાસનનો જાણે કે ડર જ ના હોય તેમ આવા ઇસમોચોરી એને લૂંટને અંજામ આપી રહ્યા છે. ત્યારે મહેસાણા પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત જોવા મળી
રહ્યો છે. મહેસાણા પંથકમાં વધુ એક વખત ચોરીની ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં તસ્કરોનો આતંક ફરી એક વાર સામે આવ્યો છે. એક જ રાતમાં ત્રણ પેટ્રોલ પંપ પર તસ્કરોએ ચોરી કરી હતી. પંપ પરથી રોકડ રકમ અને મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. પેટ્રોલ પંપ પર હાથ ફેરો કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. પોલીસે સીસી ટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.