રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઈ છે અને ગણતરીના દિવસો માજ ઉત્તર ગુજરાત માં ચોમાંસાની એન્ટ્રી થશે જેને લઇ મેહસાણા નગર પાલિકા દ્વારા પ્રી મોન્સુન ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ચોમાસા દરમિયાન ગોપી નાળું હિરાનગર અને નાગગપુર જેવા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા જોવા મળે છે
ત્યારે પાલિકા દ્વારા પ્રી મોન્સુન ની તમામ કામગીરી પૂર્ણ કરી દેવી હોવાની વાત પાલિકા ના ઉપ પ્રમુખ કાનજીભાઈ દેસાઈ એ જણાવી હતી પરંતુ ચોમાસા માંજ સાચી વાસ્તવિકતા સામે આવશે કે પ્રી મોસુન ની કામગીરી ખરેખર થઇ છે કે પછી માત્ર કાગળ પરજ છે