મહેસાણા જિલ્લામાં આગામી તા . 15 થી 28 જુલાઈ દરમ્યાન ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા દરમ્યાન વ્યવસ્થા જાળવવા કલેકટર કચેરીએ શિક્ષણમંત્રીની વીડિયો કોન્ફરન્સ બાદ મહેસાણા એસ.ટી વિભાગીય નિયામક દ્વારા તમામ 12 ડેપોના અધિકારીની બેઠક યોજીને પરીક્ષા વ્યવસ્થામાં જરૂરીયાતમાં ત્વરિત એકસ્ટ્રા બસ દોડાવવા આદેશ કરાયો છે .જેતે કેન્દ્રના સંચાલક તરફથી રૂટની ડિમાન્ડ આવે તે રૂટમાં બસ સેવા શરૂ કરવા ડેપો મેનેજરને સૂચિત બસ કરાયા હતા…
જેમાં મહેસાણા એસ.ટી. વિભાગ દ્વારા મહેસાણા , વિસનગર , વડનગર , ખેરાલુ , ઊંઝા , પાટણ , હારીજ , ચાણસ્મા , બહુચરાજી , કડી , કલોલ અને વિજાપુર ડેપો મેને ખાતે વિદ્યાર્થીઓની એકસ્ટ્રા તેમાં બસોનું આયોજન કરવા માટે મળેલ બેઠકમાં નિયામક વિનુભાઇ ચૌધરીએ વિસ્તૃત સૂચનાઓ અપાઈ હતી