છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિતતમામ સ્તરેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અનેપાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ત્યારે હાર્દિકપટેલના રાજીનામાં મામલે લાલજી પટેલે નિવેદન આપ્યું છે. લાલજી પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે, અમે સમાજ ના હિત માટે આંદોલન કર્યું ત્યારે લોકો નો ખુબ પ્રેમ મળ્યો હતો.
અમે કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા ન હતા. હાર્દિક કોંગ્રેસ માં જોડાયો એને લઇ સમાજ દુઃખી થયો છે. સમાજે અમારા પર ભરોસો મુકવાનું બંધ કરીદીધું હતું. અમે રાજકીય પાર્ટી માં નોતા જોડાયા તેમ છતાં અમારે સમાજ નું સાંભળવું પડ્યું હતું. હાર્દિક સમાજ ના 2 મુદ્દાઓભૂલી રાજકારણ માં જોડાયો છે. હાર્દિક જો હવે ભાજપ માં જોડાશે તો આવનારા સમયમાં આનાથી વધારે સમાજ ના રોષ નો સામનો કરવો પડશે.