કેન્સર જેવા જીવલેણ રોગથી વિશ્વભરમાંમાં દરવર્ષે સેંકડો લોકો મૃત્યુ પામે છે. કેન્સરના રોગમાં મોટાભાગે નિદાન મોડું થવાથી અને સમયસર સારવાર ન મળવાને કારણે ઉંચો મૃત્યુદર જોવા મળે છે. ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા કેન્સરના નિદાન માટે એક ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા દ્વારા આયોજીત આ કેમ્પમાં સમગ્ર મહેસાણા જિલ્લામાંથી પોલીસ દળમાં ફરજ બજાવતા 50 વર્ષથી ઉપરના તમામ કર્મચારીઓનું કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં ડો.દિપક રાજ્યગુરુ અને તેમની ટીમ દ્વારા બ્લડ ટેસ્ટ અને અન્ય જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ કેમ્પમાં પોલીસ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોએ પણ કેન્સરના રોગનું નિદાન કરાવ્યું હતું.મહત્વનું છે કે ભારતમાં કેન્સરનો પ્રમાણ દર 1 લાખની વસ્તીએ 70-90નું માનવામાં આવે છે. દર વર્ષે કેન્સરના નવા લાખો દર્દીઓ વધી રહ્યા છે. કેન્સર પ્રત્યેની સભાનતા, જરૂરી જ્ઞાન અને પ્રારંભિક તપાસના અભાવે મોટાભાગના કેન્સરના દર્દીઓ છેલ્લા સ્ટેજમાં પહોંચી જતા હોય છે. જો શરૂઆતના તબક્કામાં જ કેન્સરનુ નિદાન થઈ જાય તો તેની સારવાર સંભવ છે.