મહેસાણા જિલ્લા ના મોટીદાઉ ગામ માં વર્ષો જુના કુવા માં પાણી આવતા ગામ માં હરખ રેલાયો છે..300 વર્ષ કરતા વધુ જૂનો અને 50 વર્ષ થી પાણી વિહોણા કુવા માં સંપૂર્ણ પીવા લાયક પાણી થી સૂકો ભઠ્ઠ કૂવો પાણી થી ભરાયો છે.
આમ,મોટીદાઉ ગામ માં વર્ષો જુના પડતર પડી રહેલા કુવા માં પાણી આવતા આજે એના વધામણાં કરવા માં આવ્યા હતા અને સંસદ સભ્ય ના હસ્તે ગ્રામજનો ને પીવા નું પાણી આપવા ખુલ્લો મુકાયો છે.આથી હવે મોટીદાઉ ના ગ્રામજનો હવે કુદરત ના ખોળે થી આવેલા પાણી નો ઉપયોગ કરશે..