રાજયમાં ગેરકાનુંની કામોનું પ્રમાણ વધ્યું છે, રોજે કોઈને કોઈ જગ્યાએ ગેરકાનૂની પ્રવૃતિઓ બની રહીછે. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે. જેને પગલે પોલીસ અને પ્રજાવચ્ચે ભેદ ઊભો થયો છે. ત્યારે આ ભેદ ન રહે અને પોલીસ પ્રજાની મિત્ર છે તે ભાવ વ્યક્ત કરવાવિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહેસાણા પોલીસ દ્વારા પણ આવાજ પ્રયાસો હહઠ ધરવામાં આવ્યા છે.
ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો. જેમાં જિલ્લાપોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મહેસાણા જિલ્લા પોલીસ વડા એ ઊંઝા ખાતે માં ઉમિયા નાં દર્શન કર્યાહતા. જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા આજરોજ માં ઉમિયા નાં દર્શન કર્યા હતા. પોલીસ વડા દ્વારા માં ઉમિયા ની પૂજા અર્ચાના કરી હતી. ઉમિયા માતાજી સંસ્થાન નાં હોદેદારો દ્વારા જિલ્લા પોલીસ વડા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.