મહેસાણાનું પાવિત્ર યાત્રાધામ એવું ઊંઝા ખાતે આવેલ ઉમિયા મંદીર ઉમિયા મંદિર ખાતે દેશ ભરમાંથી ભક્તો દર્શન માટે આવતા હોય છે. વર્ષ દરમ્યાન હજારો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે એમાં પણ ઉમિયા માતા એ કડવા પાટીદાર સમાજના કુળદેવી છે. ત્યારે સમગ્ર ભારત અને વિશ્વ ભરમાં વસતા કડવા પાટીદાર પરિવારો ઊંઝા ઉમિયા મંદિર ખાતે દર્શન માટે આવતા હોય છે. એમાં પણ આજે શરદ પુર્ણિમા છે, ત્યારે શરદ પુનમના દિવસે ઊંઝા ખાતે વિશેષ મહત્વ હોય છે.
આજે મંદિરમાં વિશેષ રૂપથી ભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે ઊંઝા ઉમિયા માતાજી મંદિરમાં શરદ પૂનમને લઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દૂર દૂર થી ભક્તો માં ઉમિયાના દર્શનાર્થે પહોંચ્યા હતા. જેને લઇ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભક્તો ધજા સહિત માતાજીના રથ લઇ પગપાળા ઊંઝા પહોંચ્યા છે. શરદ પૂનમને લઈને આજરોજ માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ઉમિયા માતાજી કડવા પાટીદારોની કુળદેવી માતાજી છે ત્યારે પાટીદાર પરિવારો સહિત અન્ય જ્ઞાતિના લોકો પણ દર્શન કરવા માટે આવી રહ્યા છે.