મહેસાણા શહેરમાં વર્ષ 2017માં પરવાનગી વગર આઝાદીકૂચ રેલી કાઢતા વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, એનસીપી નેતા રેશ્મા પટેલ, કનૈયાકુમાર સહિત 17 વિરુદ્ધ ફરિયાદ બાદ પોલીસે 12 સામે ચાર્જશીટ કરી હતી. જેમાં બીજા એડી. સિનિયર સિવિલ જજ એન્ડ એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.એ. પરમારની કોર્ટમાં 10 આરોપી હાજર થયા હતા. જેમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 આરોપી સામે ત્હોમતનામું ઘડાયું હતું. ધારાસભ્ય જિજ્ઞેેશ મેવાણીએ કહ્યું
, આઝાદી કૂચ રેલી બાબતે 17 સામે ફરિયાદ થયેલી તેમાંથી 12ના નામ ચાર્જશીટમાં છે, બાકી નથી. આ ઉપરાંત પણ પોલીસ તપાસમાં છીંડા છે. સાથે જ તેમણે પોતે નિર્દોષ હોવાથી આગામી સમયમાં કેસમાંથી નામ કમી માટે અરજી કરશે તેમ જણાવ્યું હતું. મહત્વનું છે કે, ચાર્જફ્રેમ થયા બાદ કેસ ચલાવવા 20 એપ્રિલની મુદત આપી છે. રેશ્મા પટેલના વકીલ એમ.એન. મલીકે કહ્યું કે, 12 આરોપી સામે પોલીસે ચાર્જશીટ કરી હતી, જેમાં 10 આરોપી સામે ચાર્જફ્રેમ થયો છે.