કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને પીઢ નેતા ભરતસિંહ સોલંકી મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના વિશોળ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસ નેતાએ શિક્ષકના સત્કાર સમારંભમાં હાજરી આપી હતી. મળતી માહિતી મુજબ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ઊંઝાના વિશોળ ગામની મુલાકાત લીધી હતી. જ્યાં વિશોળ ગામે આયોજિત શિક્ષકના સત્કાર સમારંભમાં તેઓએ હાજરી આપી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
કોરોના જેવી મહામારીએ ફરી એકવાર ગુજરાતમાં માથુ ઉચક્યુ છે ત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશ આ મહામારીમાંથી ઝડપથી મુક્ત થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. તો વિશોળ ગામના શિક્ષક રામાજી ઠાકોર દ્વારા ભરતસિંહ સોલંકી જ્યારે કોરોના સંક્રમિત થયા હતા તે દરમિયાન કોરોનાથી જલ્દી સાજા થાય તે માટે બાધા રાખવામાં આવી હતી. ત્યારે આ બાધા પણ આ પ્રસંગે પૂરી કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની ગોળ તુલા પણ કરવામાં આવી હતી