એકતરફ ઉનાળાની ગરમીએ પોતાનું સ્વરુપ દેખાડવાનું શરુ કરી દીધુ છે જેથી ઉનાળાની ગરમીમાં પાણીની માંગ પણ સામાન્ય રીતે વધી જતી હોય છે. ત્યારે મહેસાણા બહુચરાજીની સૂરજ માયનોર કેનાલ ઓવરફ્લો થયાની ઘટના સામે આવી છે. કેનાલ ઓવરફ્લો થતાં પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા જેના પગલે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.
, મહેસાણા બહુચરાજીની સુરજ માઇનોર કેનાલ ઓવરફ્લો થઇ હતી. કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોનો પાક બરબાદ થયો હતો. કેનાલ ઓવરફ્લો થતા તેનું પાણી સુરપુરા અને ચંદ્રોડા ગામના ખેતરોમાં ફરી વળ્યા હતા. આશરે 30 વીઘા જમીનમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયુ છે. પાકને નુકસાન થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.