નવરાત્રીના પાવન પર્વ નિમિતે સુરતની વીર નર્મદ દક્ષિણ યુનિવર્સીટીમાં હોસ્ટેલમાં રેહતા વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન યુનિવર્સીટી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું. ગતરોજ ચાલુ કાર્યક્રમમાં યુનિવર્સીટીમાં વર્ધીમાં અને સાદા કપડામાં સુરતનાં ઉમરા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. બીપીન પરમાર, ડી સ્ટાફ કોન્સ્ટેબલ ઇસુ ગઢવી સહીત સાથી પોલીસકર્મીઓ ગરબા પંડાલમાં વિદ્યાર્થીઓ પર જીપ ચઢાવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ આવેશમાં વર્ધીના નશાના જોશમાં પોલીસકર્મીઓએ નિર્દોષ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને જબરદસ્તીથી ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા. તેમજ વિદ્યાર્થી સાથે મારપીટ કરી હતી.
આ મારપીટમાં વિદ્યાર્થીઓ, અ.ભા.વિ.પ. ગુજરાતનાં પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલા, પ્રદેશ સહમંત્રી વિરતીબેન શાહ, સુરત મહાનગર મંત્રી હિતેશભાઈ ગીલાતર, ઇશાનભાઈ મહૂ સહીતનાં વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી છે. જેમને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં મારપીટની સાથે સાથે ખુબ જ ગાંદી ગાળો,અપશબ્દો અને બીભત્સ ભાષા સાથે “ કેસ કરી જિંદગી પૂરી કરી નાખીશ” જેવી ધમકી પણ પી.આઈ. કિરણ મોદી અને તેના સાથી પોલીસકર્મીઓ દ્વારા આપવામાં આવી હતી. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ત્યારે મહેસાણા જિલ્લામાં એન એસ યુ આઈ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.