રાજયમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઇ જગ્યાએ અકસ્માત સર્જાઈ રહા છે. જેમાં ખાસકરીને ઓવર સ્પીડ કે પછી ગફલત ભર્યા ડ્રાઈવિંગને કારણે અકસ્માત સર્જાય છે. ત્યારે અકસ્માતનેપગલે લોકોના જીવ પણ જતાં જોય છે. ત્યારે મહેસાણા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવામળી રહ્યો છે. મહેસાણા નંદાસણ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. મડાલી ગામ નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. મહેસાણા થી ગાંધીનગર જતા પરિવારને અકસ્માત નડ્યો હતો.
ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથેઅથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. કાર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર બે મહિલાઓના મોત નિપજ્યાં હતા. બે મહિલા અને બે પુરુષ સહિત કાર માં ચાર વ્યક્તિ સવાર હતા. જેમાં 2 મહિલાઓ ના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. અન્ય 2 ઇજાગ્રસ્ત ને મહેસાણા સારવાર અર્થે ખસેડાયા હતા.