મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો સતત વધી રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસથી મહેસાણા જિલ્લામાં 50થી વધુ કોરોનાના કેસો રોજેરોજ નોંધાઈ રહ્યા છે જેને લઈ લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. ત્યારે વધતા જતા કોરોનાના સંક્રમણના પગલે હાલમાં જ રાજ્ય સરકારે મહેસાણા સહિત કુલ 20 નગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત હવે મહેસાણા એસટી ડિવિજને કોરોનાના વધતાં સંક્રમણના કારણે લદાયેલ રાત્રિ કરફ્યુના કારણે સંલગ્ન ૧૧ એસટી ડેપોની ૮૦૪ ટ્રીપો પ્રભાવિત થતાં રદ કરવાની ફરજ પડી છે.
રાત્રિ કરફ્યુના કારણે મહેસાણા ડિવિજને કેટલીક ટ્રીપો રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં મહેસાણા ડેપોની ૧૦૩ ટ્રીપો પણ રદ કરાઈ છે. સાંજે ૭ વાગ્યા સુધી છેલ્લા સ્ટેશને પહોંચી શકે તે રીતે રૂટ ચાલુ રાખવાની સુચના આપવામાં આવી છે. જેના કારણે મોટી સંખ્યામાં એસટીમાં મુસાફરી કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે