મહેસાણા RTO કચેર એકસન મોડમાં આવી હોય તેમ એક વર્ષમાં 166 ડ્રાઈવિંગ લાઇસન્સ રદ્દ કરવાનોનિર્ણય કરવામાં આવ્યા છે. આરટીઓ દ્વારા જુદા જુદા કેસમાં લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. મહેસાણાજિલ્લામાં 1 વર્ષ માં 166 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. જુદા જુદા કેસમાં મહેસાણા RTO દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં 43.97% લાયસન્સ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસ છે, તો 31.33% ઓવર સ્પીડ કેસના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે 24.70% અકસ્માતમાં મોત નિપજાવનાર લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલ લાયસન્સ ધારકો 6 માસ સુધી ડ્રાઇવિંગ નહિ કરી શકે.
- Advertisement -
Latest News
- Advertisement -