ગુજરાતમાં વરસાદ લંબાતાં ફરી ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન છે ત્યારે રાજ્યમાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અલગ- અલગ વિસ્તારમાં વાવાઝોડું ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો ભારે વરસાદ આવી શકે છે.તો રાજ્યના આણંદ જિલ્લાના કેટલાક પંથકોમાં ગત મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો.
(File Pic)
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઇ હોવાના લઇને રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કેટલાંક જિલ્લાઓમાં મેઘરાજાની ફરી રી એન્ટ્રી જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
(File Pic)
ત્યારે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં મોડી રાતથી તો કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદની રી એન્ટ્રી જોવા મળી છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં કેટલાક દિવસના વિરામ બાદ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના મેઘરજ અને મોડાસા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે પંચમહાલમાં પણ વરસાદનુ આગમન થયુ હતું. ગોધરા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.