વિકટ પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાના ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે જામનગરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં મેડિકલના વિદ્યાર્થીઓ ડેન્ગ્યુનો શિકાર થઈ ગયા હતા, જોકે તેમ છતાં તેમણે બેડરેસ્ટ એક્ઝામ આપી હતી. જામનગરમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત છે….ડેન્ગ્યુના શિકાર સામાન્ય માણસો તો બન્યા છે તેની સાથે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માંદગીના ખાટલા પર બેસીને પણ એક્ઝામ આપી હતી. જી જી હોસ્પિટલમાં એમ પી શાહ મેડિકલ કોલેજના વિધાર્થીઓએ ડેંગ્યુની સારવાર સાથે પરીક્ષા આપી છે….તેમજ આ વિદ્યાર્થીઓ માટે જીજી હોસ્પિટલ દ્વારા અલગ રૂમ ફાળવવામાં આવ્યો છે…. ડેન્ગ્યુની બીમારીની સારવાર સાથે એમબીબીએસ સેકન્ડ યરના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.. આપને જણાવી દઈએ કે, મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતા 30 જેટલા વિદ્યાર્થીઓને ડેન્ગ્યૂની અસર થઈ છે.