70થી વધુ દેશોમાં ફેલાયેલો જીવલેણ કોરોના વાયરસ હવે ભારતમાં પણ દહેશત ફેલાવી રહ્યો છે. ગુજરાતમાંથી કોરોનાના પાંચ શંકાસ્પદ કેસ જોવા મળ્યા હોવાના અહેવાલ સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાના ડરથી બજારમાં માસ્કની માંગ પણ અનેક ગણી વધી ગઈ છે.
બીજીબાજુ ઉત્પાદન ઓછું હોવાના કારણે માસ્કના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તો અમદાવાદમાં માસ્ક બનાવતી કંપનીનું ઉત્પાદન વધી ગયુ છે રોજના બે શિફ્ટમાં કામ કરીને માણસો 2 લાખથી વધુ માસ્ક બનાવી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
કોરોના વાયરસના ડરથી માસ્કના બજારમાં તેજી આવી ગઈ છે. બજારમાં માસ્કની માંગ પણ વધી ગઈ છે. દેશમાં 200 કરોડ રુપિયાની માસ્ક ઈન્ડસ્ટ્રી બે જ મહિનામાં રુપિયા 400 કરોડની થઈ ગઈ છે. માસ્કની કિંમતમાં પણ જંગી વધારો થયો છે. અત્યંત સુરક્ષિત મનાતા 5 લેયરવાળા N95 માસ્ક માટે રીતસરની પડાપડી થઈ રહી છે. આ માસ્કનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે, તેમાં ફિલ્ટર ક્લિપ હોય છે જે બેક્ટેરીયા કે વાયરસને શ્વાસમાં જતા અટકાવે છે.
સિંગલ લેયરનું કોટનનુ સામાન્ય માસ્ક બેઝીક માસ્ક છે, જે બજારમાં રુપિયા 7થી 10માં વેચાતું હતું જેની કિંમત હાલ 20થી 25 રુપિયા થઈ ગઈ છે. જ્યારે ટ્રિપલ લેયરનું માસ્ક જે પહેલા 15 રુપિયામાં વેચાતું તે હાલ 30થી 40 રુપિયામાં વેચાઈ રહ્યા છે. જ્યારે