ભરુચના વાગરા તાલુકાના કડોદરા ગામે સમૂહ જવાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીનાજવાળાનો છેલ્લો દિવસે ગ્રહશાંતિ પૂર્ણ કર્યા બાદ માતાજીને શ્રદ્ધાળુઓએ માતાજીના જવાળાને વાજતેગાજતે પોતાના ઘરે લઇ ગયા હતા. અને માતાજીના જવાળાની પૂજા અર્ચના (વિધિ )નો છેલ્લો દિવસે શ્રદ્ધાળુઓએ માતાજીના જવાળા લઇને કડોદરાના કામનાથ મહાદેવના મંદિરે એકત્ર થયા હતા
અને વિધિવત રીતે માતાજી ની પૂજા અર્ચના કરીને કડોદરા માં આવેલ વેરાઈ માતાજીના મંદિરે લઇ જઈ ને સર્વે\શ્રદ્ધાંરુંઓ પૂજા અર્ચના કરીને પોતાની બાધા માંથી છુટા થયા હતા. આ સાત્વિક કાર્યમાં વાગરાવિધાનસભા ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય અરૂણસિંહ રાણા સાહેબ ભારતીય જનતાપાર્ટી ભરૂચ જિલ્લા સંગઠન મહામંત્રી ફતેસિંહ ગોહિલ, વાગરા તાલુકા યુવામોરચાના મંત્રી સહદેવસિંહગોહિલ હાજરી આપી હતી…