મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે આજે બીએસ6 અનુરૂપ સુપર કેરીના એસ-સીએનજી વેરિઅન્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ લોન્ચ કંપનીએ ઓટો એક્સપો 2020માં જાહેર કરેલાં ‘મીશન ગ્રીન મિલિયન’ સાથે સુસંગત છે. વ્યવસાયિક સદ્ધરતા માટે ‘તરક્કી કા દમદાર સાથી’ તરીકે ઓળખાતી મારૂતિ સુઝુકી સુપર કેરી બીએસ6 એન્જિનમાં અપગ્રેડ કરાયેલું પ્રથમ લાઇટ કમર્શિયલ વિહિકલ છે.
વર્ષ 2010માં સીએનજી વાહનોની રજૂઆત સાથે ગ્રીન મોબિલીટીમાં પ્રવેશ કરતાં મારૂતિ સુઝુકીએ આજે ગ્રીન વિહિકલ્સની બેજોડ શ્રેણી ઓફર કરે છે. એક મિલિયન ગ્રીન વિહિકલ્સ (સીએનજી, સ્માર્ટ હાઇબ્રિડ વિહિકલ્સ)નું વેચાણ કરતાં મારૂતિ સુઝુકી તેના મીશન ગ્રીન મિલિયન અંતર્ગત આગામી કેટલાંક વર્ષોમાં વધુ એક મિલિયન ગ્રીન વિહિકલ્સ વેચવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જેથી દેશમાં મોટાપાયે તેને સ્વિકારવામાં આવે.
મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “320થી વધુ મજબૂત મારૂતિ સુઝુકી કમર્શિયલ ચેનલ નેટવર્ક દ્વારા 56,000થી વધુ યુનિટનું વેચાણ કરવા સાથે સુપર કેરી મીની-ટ્રક સેગમેન્ટમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવી રહી છે. નાના કમર્શિયલ વિહિકલ સેગમેન્ટના વપરાશકર્તાઓ માટે કલ્પના કરાયેલી સુપર કેરી બેસ્ટ-ઇન-સેગમેન્ટ પાવર, ઉન્નત કમ્ફર્ટ, સારી ગુણવત્તા અને વર્સેટાઇલ ડેક ઓફર કરે છે. સુપર કેરીએ બિઝનેસિસને તેમની નફાકારકતા વધારવામાં મદદ કરી છે તથા તેના લોન્ચ થયાના માત્ર બે વર્ષમાં બીજા ક્રમનું સૌથી વધુ વેચાણ ધરાવતી મોડલ બન્યું છે તે તેનો પુરાવો છે. બાય-ફ્યુઅલ એસ-સીએનજી વેરિઅન્ટને સ્મોલ કમર્શિયલ વિહિકલ માર્કેટમાં સારી રીતે સ્વિકારાયું છે અને સુપર કેરીના વેચાણમાં આશરે 8 ટકા યોગદાન આપે છે. સ્પર્ધાત્મક કિંમતે રજૂ કરાયેલું બીએસ6 સુસંગત એસ-સીએનજી વેરિઅન્ટ તથા સીએનજી ફ્યુઅલની ઉપલબ્ધતા ઉપર સરકારના વિશેષ ધ્યાન સાથે સુપર કેરી બ્રાન્ડને વધુ મજબૂત કરશે.”