ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે સ્ટાર્ટઅપ ઈન્ડિયા તરીકે માન્યતા પ્રાપ્ત કરનારી ફેશિનોવાએ તેના અથાગ પ્રયત્નો દ્વારા વૈશ્વિક રોગચાળા દરમિયાન દરરોજ 3000 પીપીઈ કીટના ઉત્પાદનને ટેકો આપવા માટે ભારતના કાપડ ક્ષેત્રે સુરતમાં પહેલી ગારમેન્ટ કટીંગ મશીન સુવિધા પ્રદાન કરી છે. આ મશીન પીપીઈ કિટના નિર્માણ માટે વરદાન સાબિત થયું છે. ડૉકટરો, નર્સો, પોલીસ કર્મચારીઓ, SMC કર્મચારીઓ અને અન્ય ઘણા વિભાગો જ્યાં પી.પી.ઇ કિટની જરૂરિયાત દિન પ્રતિદિન વધી રહી છે.
આવા સમયે, ફાશીયોનોવાનાં ડિરેક્ટર અનુપમ ગોયલ કહે છે કે, તેમની આખી ટીમ આ મશીનની ક્ષમતા વધારવાનો વિચાર કરી રહી છે. આ જરૂરિયાતને વધુ ઝડપથી પૂર્ણ કરવા પ્રયાસો કરી રહ્યા છે. આ મશીન દ્વારા, સામાજિક અંતર, સમયની પ્રથમ અગ્રતા સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. આ મશીન ચલાવતા કર્મચારીઓ રિમોટ મશીન પર કામ કરી રહ્યા છે. આ મશીન ફેસ માસ્ક માટે કાપડ કાપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. આ મશીન દ્વારા કોઈપણ પ્રકારના કાપડને ન્યૂનતમ બગાડથી કાપી શકાય છે અને ઝડપથી ઉપલબ્ધ કરી શકાય છે.