યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો શખ્સને મુંબઇથી ઝડપી પાડવામાં આવ્યો છે. મુંબઇમાં રહેનારો કામરાન અમીન ખાન નામના 25 વર્ષીય યુવકને મહારાષ્ટ્ર એટીએસે મુંબઇના ચુનાભટ્ટી વિસ્તારમાંથી શનિવારે બપોરે ધરપકડ કરવામાં આવી છે.
25 વર્ષના આરોપી કામરાન અમીર ખાનને એટીએસે મુંબઈના ચૂનાભટ્ટી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેણે ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ ધમકી પોલીસ હેડઓફિસના વોટ્સએપ નંબર પર આપવામાં આવી હતી. જે નંબરથી પર ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો પોલીસે તે નંબરના આધારે એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી હતી. આ મેસેજમાં યોગી આદિત્યનાથને એક ખાસ સમુદાયનો દુશ્મન ગણાવીને ધમકી આપી હતી.
ઉત્તર પ્રદેશ પોલીસના 112 મુખ્યાલયમાં ગુરુવારે રાત્રે લગભગ સાડા બાર વાગ્યે એક મેસેજ આવ્યો હતો. મેસેજમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી યોગીને હું બોમ્બથી મારી નાંખવાનો છે. આ મેસેજ આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓને આ અંગે સૂચના આપવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં કલમ 505 (1)બી, 506 અને 507 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મેસેજ રાત્રે 12 વાગ્યે 32 મિનિટ પર આવ્યો હતો. માત્ર 19 મિનિટની અંદર 12.51 વાગ્યે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.