હાલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં લમ્પી સ્કીન વાયરસના કારણે અસંખ્ય પશુધન અને ખાસ કરીને ગાયો મુશ્કેલીમાં મુકાયી છે, તેની તાત્કાલિક સારવાર કરવી ઘણી બધી કઠીન બની છે ત્યારે મૂંગા પશુધન અને ગાય માતાઓને આ વિનાશક મુશ્કેલીમાંથી ઉગારવા માટે હાલ છેક અમદાવાદ માલધારી સંસ્થા કચ્છમાં સારવાર માટે આવી છે.અમદાવાદથી માલધારી પેજ પરિવાર ટીમ પોતાની સાથે 5 નિષ્ણાંત ડોકટરોને લઇને કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં ગાયોની સારવાર માટે આવી પહોંચ્યા છે. આ ટીમ દ્વારા ધાણેટી, મમુઆરા, ડગાળા, ઝીક્ડી, હબાય વગેરે ગામ અને તેની આસપાસના વિસ્તારની લગભગ 400 થી વધારે ગાયોની સારવાર કરવામાં આવી.
આ મહા વિનાશક વાયરસની જપેટમાં આવેલી ગાયોની સારવાર માટે સતત 2 દિવસ થી માલધારી પેજ પરિવારની ટીમ વતી હેમરાજભાઈ રબારી, અશ્વિનભાઈ દેસાઈ તેમની સાથે 5 ડોકટરોની ટીમ સાથે આ કામગીરી કરવામાં આવી હતી. આ સેવાકીય યજ્ઞમાં ગાયોની સારવાર નો ખર્ચ અશ્વિનભાઈ (અમદાવાદ) તરફથી કરવામાં આવ્યો હતો. જેમને ગાયોને તરત સારવાર મળી રહે તે માટે દવાઓ અને બીજી વ્યવસ્થા કરી હતી. અને તેમની સાથે માલધારી સમાજના યુવાનોનો પણ આ કાર્યમાં આર્થીક સહયોગ મળેલ છે.