આ 15મી ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ થાય છે. ત્યારે દેશ ભરમાં આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અનતર્ગત વિવિધ કાર્યક્રમો ઉજવાય છે. ત્યારે દેશનો સૌથી મોટો ટીવી શો કૌન બનેગા કરોડ પતિના એપિસોડમાં પણ આઝાદી કા અમૃત મહિત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ શોમાં મુખ્ય અતિથિ તરીકે આમિર ખાન, કારગિલ હીરો મેજર ડીપી સિંહ, આર્મી મેડલ વીરતા કર્નલ મિતાલી મધુમિતા, પદ્મ વિભૂષણ એમ. સી. મેરી કોમ અને પદ્મશ્રી સુનીલ છેત્રી પહોંચ્યા હતા.
શો દરમિયાન એવી ઘણી ક્ષણો આવી જ્યારે ત્યાં હાજર દરેક લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા, અને તેમની છાતી ગર્વથી પહોળી થઈ ગઈહતી. આ ખાસ ક્ષણોમાં એક ક્ષણ આવી હતી. જ્યારે કારગીલના હીરો મેજર ડીપી સિંહે જણાવ્યું હતું કે, મારા શરીરમાં 73 છરા છે અને મનેખબર નથી કે, કયા હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીએ મને લોહી આપ્યું છે, પરંતુ હું ગર્વથી કહી શકું છું કે, મારી નસોમાં ભારતીયોનું લોહી છે.
ડીપી સિંહે જ્યારે આ વાત કહી ત્યારે ત્યાં હાજર દરેક લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. આ પછી મેજર સિંહે જણાવ્યું કે, ‘લડાઈથી કોઈનેફાયદો નથી થતો, લડવાથી નુકસાન જ થાય છે. કોઈએ લડાઈમાં પુત્ર ગુમાવ્યો, કોઈએ ભાઈ, કોઈએ પતિ અને કોઈએ મારા જેમ અંગ ગુમાવ્યા છે.
ડીપી સિંહે વધુ વાત કરતા જણાવ્યું હતું કે, ‘ઓપરેશન વિજય દરમિયાન તેમના પર મોર્ટાર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, ત્યારે તબીબોએ કહ્યું હતું કે, આ લાશ છે, તેને મોર્ચરીમાં લઈ જાવ, પરંતુ આજે લોકોના આશીર્વાદઅને ઉપરવાળાના આશીર્વાદથી હું જીવિત છું.
ડીપી સિંહે એમ પણ જણાવ્યું હતું કે, કોઈપણ મુદ્દાનો ઉકેલ માત્ર પ્રેમથી જ કાઢી શકાય છે, પરંતુ જો ક્યારેય કોઈ તમારી માતૃભૂમિ તરફઆંખ ઉંચી કરીને જોશે તો સૈનિકની ફરજ છે કે, તે પોતાના જીવની પરવા કર્યા વિના તે દુશ્મનની આંખો ફોડી નાંખે, અને મેં તે જ કર્યું. કારગિલ યુદ્ધમાં મેજર ડીપી સિંહે એક પગ ગુમાવ્યો હતો. બાદમાં સેનાએ તેમને બ્લેડ પ્રોસ્થેસિસ આપી,