સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ આ કેસ મામલે સતત તપાસ કરી રહી છે. અત્યાર સુધી પોલીસે 30થી વધુ લોકોની પૂછપરછ કરી છે. ત્યારે સોમવારે મુંબઇના સાંતાક્રુજ સ્ટેશનમાં ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. સવારે 11 વાગ્યાથી મહેશ ભટ્ટની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી જે લગભગ 2 વાગ્યા સુધી ચાલી હતી.
(File Pic)
સુત્રોના જણાવ્યા મુજબ, પોલીસે મહેશ ભટ્ટને પ્રોફેશનલ ઉપરાંત કેટલાક પર્સનલ સવાલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે 14મી જૂને આત્મ હત્યા કરી લીધી તેને લગભગ દોઢ મહિનો થવા આવ્યો છે પરંતુ મુંબઈ પોલીસ હજી પણ તેની તપાસ કરી રહી છે. આ માટે હવે મહેશ ભટ્ટને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા.
(File Pic)
બોલિવૂડના પ્રોડ્યુસર અને આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટને સોમવારે 11 00 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. સાંતાક્રુઝ પોલીસ સ્ટેશને તેમનું નિવેદન લેવામાં આવ્યું અને લગભગ બે કલાક સુધી તેમની પૂછપરછ કરાઈ હતી. આ સમયે તેમની સાથે આ કેસના તપાસ અધિકારી તથા તેમની ટીમ હાજર રહી હતી.