એકબાજુ બજારમાં બટાકા, ડુંગળીથી લઈ તેલના ડબ્બાની કિંમતમાં વધારો નોંધાતા લોકોના બજેટ પર ભારે અસર થઈ છે. ત્યારે વધતી મોંઘવારીના વચ્ચે રસોઈ ગેસે નવેમ્બર મહિનામાં રાહતના સમાચાર આપ્યાં છે. સરકારી ઓયલ કંપનીઓએ નવેમ્બર મહિના માટે એલપીજી રસોઈ હેસના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા ઓક્ટોબર મહીનામાં પણ HPCL, BPCL, IOCએ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહતો.
એક તરફ બજારમાં બટાકા,, ડુંગળીથી લઈને દાળોની કિંમતમાં વધારો થયો છે ત્યારે તે તમામની વચ્ચે સામાન્ય માણસ માટે આ રાહતના સમાચાર માનવામાં આવી રહ્યાં છે. જો કે, 19 કિલોગ્રામ વાળા કોમર્શીયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 78 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ પહેલા છેલ્લે 14 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલેન્ડરના ભાવમાં જુલાઈ 2020માં 4 રૂપિયાનો વધારો કરાયો હતો. બીજી તરફ જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબસિડી વગરના એલપીજી સિલેન્ડર 11.50 રૂપિયા મોંધો થયો હતો. જ્યારે મે મહિનામાં 162.50 રૂપિયા સુધી સસ્તો થયો હતો.
જાણો નવા ભાવ
દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની IOCની વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવ મુજબ દિલ્હીમાં સિલેન્ડરના ભાવ સ્થિર રહ્યા છે. ગયા મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં જે ભાવ હતા તે જ નવેમ્બર મહિના માટે રહેશે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબસિડી વગરના રાંધણ ગેસ સિલેન્ડરનો ભાવ 594 રૂપિયા પર સ્થિર છે. આવી જ રીતે મુંબઈમાં સબસિડી વગરના રાંધણ ગેસ સિલેન્ડરનો ભાવ 594 રૂપિયા છે. ચેન્નઈમાં ભાવ પણ સિલેન્ડરનો ભાવ 610 રૂપિયા પર સ્થિર રહ્યો છે. બીજી તરફ કોલકાતામાં 14 કિલોગ્રામવાળા એક સિલેન્ડર માટે 620 રૂપિયા આપવા પડશે.
કોમર્શિયલ સિલેન્ડરના ભાવ
નવેમ્બર મહિના માટે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો થયો છે. ચેન્નઇમાં સૌથી વધુ 78 રૂપિયા પ્રતિ સિલેન્ડરની વધારો થયો છે. અત્યારે તે એક કોમર્શિયલ સિલેન્ડર માટે 1354 રૂપિયા આપવા પડશે. કોલકાતા અને મુંબઈમાં 76 રૂપિયા પ્રતિ સિલેન્ડરનો વધારો થયો છે. ત્યારબાદ આ બંને શહેરોમાં નવા ભાવ ક્રમશઃ 1296 અને 1189 રૂપિયા છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો હવે ત્યાં એક કોમર્શિયલ એલપીજી ગેસ સિલેન્ડર માટે 1241 રૂપિયા આપવા પડશે.