બોલિવુડના સૌથી ક્યુટ કપલ માંથી એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પોતાની પહેલી એનિવર્સરી મનાવી રહ્યા છે ત્યારે જાણીએ આ પાવર કપલની લવ સ્ટોરી વિશે,આ બંને 6 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. તેઓ જ્યારે કરિયરમાં ટોપ પર હતા ત્યારે તેમણે ઇટાલીના લેક કોમોમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા………રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે રામલીલા, પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે પણ તેમની રિયલ લવસ્ટોરી વિશે બહુ ઓછા લોકોને ખબર છે……..
રણવીર અને દીપિકા બંનેની પહેલી મુલાકાત એક એવોર્ડ ફંક્શનમાં થઇ હતી……….એ સમયે રણવીરે પહેલીવાર દીપિકાને જોઈ હતી અને તે દીપિકાને જોઈને એના પર ફિદા થઈ ગયો હતો. આ જોડીને ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલિયોં કી રાસલીલા રામલીલામાં સાથે કામ કરવાની તક મળી હતી.
તેમને આ ફિલ્મના સેટ પર સાથે સમય પસાર કરવાની તક મળી અને તેમનો પ્રેમ પુરબહારમાં ખીલી ઉઠ્યો………. ગોલિયોં કી રાસલીલા રામલીલામાં રણવીર અને દીપિકા વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી હતી. આ બંનેએ તેમના સંબંધને સિક્રેટ રાખવાનો બહુ પ્રયાસ કર્યો હતો પણ દુનિયાને આખરે ખબર પડી ગઈ હતી……