ઉબરે આજે તેના વાર્ષિક વિશ્લેષણ – “અ લૂક બેક એટ 2020: યર ઇન રિવ્યુ” – રીલિઝ કર્યું છે, જેમાં લોકડાઉનમાં ભારતમાં ઉબરની કામગીરી અને શહેરોના ખુલવા અંગેની ઝલક આપવામાં આવી છે. માહિતી અને વિગતોને આધારે અહેવાલમાં “મૂવ વોટ મેટર્સ” ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ઉબરે પોતાના સમુદાયોને કરેલા સહયોગ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ઉબર ઇન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ પ્રભજીત સિંઘે જણાવ્યું હતું કે, “કોવિડ-19ને કારણે માર્ચ મહિનામાં સમગ્ર વિશ્વ થંભી ગયું હતું. થોડાં જ દિવસોમાં અમે સપ્તાહમાં લાખો રાઇડ્સને કનેક્ટ કરવાને બદલે અમારા રાઇડર્સને ઘરે રહેવા વિનંતી કરવા લાગ્યાં.
અમે સરકાર સાથે ખભે ખભો મિલાવીને ઉભરા રહેવા માગતા હતાં અને સૌથી આવશ્યક જરૂરિયાતો પ્રત્યે કટિબદ્ધ રહ્યાં – ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને સેવા પ્રદાન કરવી, નાગરિકોને આવશ્યક ટ્રીપ્સની સુવિધા આપવી, અસરગ્રસ્ત સમુદાયોને સહયોગ કરવો અને આવશ્યક પુરવઠાની ચેઇનને આગળ વધારવી. અમે અમારા સમુદાયોની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અર્થસભર માર્ગો શોધ્યાં તેમજ અમારા ડ્રાઇવર્સ માટે આજીવિકાની તકોનું સર્જન કર્યું. આ વર્ષે ઉબર સાથે સુરક્ષિત સવારી અને વાહન ચલાવવા બદલ આભાર – અમે તમારા વર્ષ 2021નો હિસ્સો બનવાની આશા રાખીએ છીએ.”