તમામ પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ અવિશ્વાસ પ્રસ્તાવનો સમય નક્કી કરવામાં આવશે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું, ‘હું તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરીશ અને ચર્ચા કરવા માટે યોગ્ય સમય જણાવીશ.’
વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષ દ્વારા સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ પ્રસ્તાવ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ દ્વારા ગૃહમાં લાવવામાં આવ્યો હતો.
લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર નીતિશ કુમારનું નિવેદન
લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું, ‘વડાપ્રધાને આ (મણિપુર મુદ્દે) નિવેદન આપવું જોઈએ. તેઓ (વડાપ્રધાન મોદી) આખો દિવસ ગાયબ રહે છે. મણિપુરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, વિપક્ષ આ મુદ્દો એક થઈને ઉઠાવી રહ્યો છે.