રાજયમાં ગેરકાનુંની કામોનું પ્રમાણ વધ્યું છે, રોજે કોઈને કોઈ જગ્યાએ ગેરકાનૂની પ્રવૃતિઓ બની રહીછે. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે. જેને પગલે પોલીસ અને પ્રજાવચ્ચે ભેદ ઊભો થયો છે. ત્યારે આ ભેદ ન રહે અને પોલીસ પ્રજાની મિત્ર છે તે ભાવ વ્યક્ત કરવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે મહેસાણા પોલીસ દ્વારા પણ આવાજ પ્રયાસો હહઠધરવામાં આવ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો. લોક દરબારમાં સ્થાનિક આગેવાનો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને આ લોકદરબાર યોજાયો હતો. લોક દરબારમાં લોકોએ પોતાની સમસ્યાઓ sp સમક્ષ રજૂ કરી હતી.