ગુજરાત પર એક તરફ કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યના ખેડૂતો માથે તીડનું સંક્ટ પણ થોડા સમયના અંતરે આવી પડે છે. અગાઉમ આપવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં તીડુનું વધુ એક આક્રમણ જુન મહિનામાં જોવા મળશે.
જેમાં રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં ફરી તીડનું આક્રમણ થાય તેવી શક્યતાઓ દર્શાવામાં આવી હતી. ત્યારે રાજ્યના બનાસકાંઠા સુઇગામ તાલુકામાં તીડના ધામા જોવા મળતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં તીડના આતંકે હજારો હેક્ટર પાકને નુકસાન કર્યું છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઇગામ અને વાવના ગામોમાં ફરીથી તીડના ટોળા દેખાયા છે. સુઇગામના કોરેટી, લીંબાળા, મોરવાડા ગામોમાં તીડના નાના ઝુંડ આવી પહોંચ્યા છે.
વાવના એટા અને લાલપુરા ગામોમાં પણ ફરી તીડ જોવા મળ્યા છે. બનાસકાંઠાના સરહદી પંથકમાં સફેદ અને લાલ કલરના તીડ આવતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ વર્ષે સતત છઠ્ઠી વખત બનાસકાંઠા જિલ્લામાં તીડ આવ્યા છે. તો બીજી તરફ, આ વર્ષ ખેડૂતો માટે અનેક કુદરતી આપત્તિઓ વચ્ચે પસાર થઈ રહ્યું છે. હાલ જ્યારે ચોમાસાની વાવણીની મોસમ ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠાના ખેડૂતો પર તીડની આફત આવી પડી છે.