દાદરિયા સ્થિત કોપર કો-ઓપરેટીવ સુગરના ગેટ પર આજરોજ શ્રી વાલોડ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી [ફડચા] ની સભાસદ સમિતિ દ્વારા ગેટ પર સાંકેતિક તાળાબંધી કરી સૂત્રોચાર કરવામાં આવ્યા હતાં. કોપર સુગરના વહીવટદારો દ્વારા ઉકેલ ન લાવવામાં આવશે તો આગામી દિવસોમાં કોપર સુગરના કેમ્પસમાં જ મોટી સભા કરવાનું જણાવતા સભાસદ સમિતિ અને કોપર સુગરના સત્તાધીશો વચ્ચે આવનારા દિવસોમાં ઘર્ષણ થવાની વકી છે.શ્રી વાલોડ પ્રદેશ સહકારી ખાંડ મંડળી લિ.ની સભાસદ સમિતિના કન્વીનર અજયભાઇ છીતુભાઇ ગામીત અને જુના સભાસદોએ આજરોજ કોપર સુગરના ગેટ પર ગાંધી ચિંધ્યા માર્ગે તાળાબંધી કરવામાં આવી હતી. જાહેરાત કરતા આજરોજ વાલોડ પોલીસે કોઈ અજુગતું ન બને તે હેતુથી પોલીસ કાફલો દાદરિયા સુગર ખાતે સવારે 9 કલાકથી ખડકી દીધો હતો. કાર્યક્રમ 10 વાગ્યે હોવાની પરવાનગી આપવામાં આવી હતી તેને બદલે 11 કલાકે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં સભાસદ એકતા જિંદાબાદ, સભાસદોને ન્યાય આપો, ખેડૂતોનું શોષણ બંધ કરો જેવાં સુત્રોચાર કરી કોપર સુગરનાં ગેટ પર સાંકેતિક તાળાબંધી એટલે કે લોખંડની સર્કલ લાવી મોટા આકારનું પુઠ્ઠાનું તાળું બનાવી ગેટ પર લગાવામાં આવ્યું હતું. ત્યાર બાદ હાજર સભાસદોને અને સરકારને જાણ થાય તે માટે કન્વીનર અજયભાઇ છીતુભાઇ ગામીતે જણાવ્યું હતું કે વર્ષ 2002માં વાલોડ પ્રદેશ ખાંડ ઉદ્યોગ મંડળી સંસ્થાની નાણાંકીય સ્થિતિ નબળી પડતા સુગર બંધ થયા બાદ વહીવટદાર તરીકે રાજ્ય સહકારી બેંકે મંડળીની મિલ્કતો કબ્જે કરી પાંચ સુગર ફેકટરીઓની બનેલી સંસ્થા કોપર સુગરને ખુબ જ નજીવી કિંમતે વેચાણ અંગેના કોર્ટ કેસના ચુકાદાનો અમલ કરી મંડળીને પુન:જીવિત કરી મિલકતો સોંપવા તથા શેર હોલ્ડરોને રેગ્યુલર સભાસદો બનાવવા અંગે કાર્યવાહી કરવા કલેકટર તથા સહકાર મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ હતી. પરંતુ આ અંગે હજી સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો આગામી દિવસોમાં દિવાળી પછી તમામ જુના સભાસદોનુ મોટું સંમેલન દાદરિયા સુગરના કેમ્પસમાં કરી આંદોલનને મજબૂતાઇથી આગળ વધવાની ચીમકી આપી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -