ચીનના વુહાન પ્રાંતથી પ્રસરેલા કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર વિશ્વમાં ભારે મહામારી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે જ્યારે અસંખ્ય લોકો હજી કોરોના સંક્રમિત છે.
ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકો પર ભારે અસર થઈ રહી છે. કેટલાક સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોના વાયરસની અસર સમજવા માટે દેશના 12 રાજ્યોના 500થી વધુ ગ્રામીણ પરિવારોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.
જેમાં સામે આવ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં 50 ટકા લોકો ઓછું જમે છે.68 ટકા પરિવારોએ કહ્યું કે તેઓએ ભોજનમા ખાદ્ય વસ્તુઓમાં ઘટાડો કર્યો છે. 50 ટકા પરિવારોએ દિવસ દરમિયાન દિવસમાં જમવાની સંખ્યામાં પણ ઘટાડો કરી દીધો છે.
જેમકે જો કોઈ વ્યક્તિ દિવસ દરમિયાન 4-5 વખત જમતો હોય તો તે હવે માત્ર 2-3 ટાઈમ જ ભોજન ગ્રહણ કરે છે. આ ઉપરાંત 24 ટકા પરિવારોએ અન્ય લોકો પાસેથી અનાજ માંગવાની ફરજ પડી છે.
સર્વેક્ષણમાં 84 ટકા પરિવારોએ જણાવ્યું હતું કે પીડીએસ દ્વારા તેમને રાશન મળ્યું છે, પરંતુ હજી 16 ટકા અન્ય કુટુંબો અનાજથી વચિંત રહ્યાં છે.
આ સર્વેક્ષણ 28મી એપ્રિલથી બીજી મે વચ્ચે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 12 રાજ્યના 47 જિલ્લા અને તેમા રહેતા 5162 પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા. સર્વેમાં ગુજરાત,બિહાર,આસામ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ સહિત કુલ 12 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.