વૈશ્વિક મહામારીમાં સામાજિક અંતર ફરજિયાત બન્યું છે ત્યારે ટાટા સ્કાય ભક્તો અને ઇશ્વર વચ્ચેનું અંતર ઘટાડી રહ્યું છે. ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન અને પ્લે ટીવી પ્લેટફોર્મ ટાટા સ્કાય દર્શન દ્વારા ભક્તોને ઓનલાઇન દર્શન કરવા અને જીવંત પ્રસારણ સાથે આરતીમાં સામેલ થવામાં મદદરૂપ બની રહ્યું છે. ટાટા કમ્યુનિકેશન્સ ભારતના 12 મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્રોમાંથી દરરોજ ઉચ્ચગુણવત્તાયુક્ત, લાઇવ ઓડિયો અને વિડિયો ફીડ પ્રદાન કરે છે.
દેશ ધીમે-ધીમે અનલોક થઇ રહ્યો છે ત્યારે ધાર્મિક સ્થળોને પણ સખ્ત દિશાનિર્દેશો સાથે ફરીથી ખોલવાની મંજૂરી અપાઇ છે. ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષથી ઉપરના શ્રદ્ધાળુઓ અને 10 વર્ષથી નીચેના બાળકો ઉપર નિયંત્રણો મૂકાયા છે તેમજ મોટી સંખ્યામાં લોકોના એકત્ર થવા ઉપર પ્રતિબંધ છે.
આથી મૂશ્કેલીના આ સમયમાં ટાટા સ્કાય દર્શન શિરડી સાંઇબાબા મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, તખ્ત શ્રી પટના સાહિબ અને ફતેપુર સિક્રી દરગાહ જેવાં પ્રસિદ્ધ ધર્મસ્થાનોની 24×7 જીવંત ફીડ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવે છે. આ ઉપરાંત સબસ્ક્રાઇબર્સ સિદ્ધિવિનાયક (મુંબઇ), ઇસ્કોન (જૂહુ અને વૃંદાવન), શ્રી ગોવિંદ દેવજી, પંઢરપુર મંદિર, શ્રી નૈનાદેવી મંદિર સહિતના જાણીતા મંદિરો તથા બે જ્યોતિર્લિંગ (સોમનાથ અને મહાકાલેશ્વર મંદિર)ની આરતીનું જીવંત પ્રસારણ પણ જોઇ શકે છે.
ટાટા સ્કાય સબસ્ક્રાઇબર્સ તેમના ઘરે બેઠાં-બેઠાં ટાટા સ્કાય દર્શન ઉપર કોઇપણ વધારાના ખર્ચ વિના દેશના 12 પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોનું જીવંત પ્રસારણ જોઇ શકે છે.