વિસાવદરમાં દીપડા પછી હવે સિંહનો આતંક શરૂ થયો છે. જૂનાગઢનાં પાંનરખીયાની સીમમાં ત્રણથી ચાર દિવસથી સિંહણ ખેડૂતોની પાછળ દોડી રહી છે. આ સિંહણ દિવસે ગમે ત્યારે ખેતરમાં આવી જાય છે જેના કારણે ખેડૂતો ખેતરમાં આવવાથી ડરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે વિસાવદર વિસ્તારમાં દીપડાનાઆતંક સાથે સિંહનો આતંક પણ નોંધાયો છે. ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતોની પાછળ બચ્ચા વાળી સિંહણ દોટ મુકે છે. જેનો ડર શ્રમજીવીઓ ખેડુતોને સતાવે છે તેમજ કાકચીયાળ ગામે રાત્રીના સમયે દીપડો ઘરમાં ઘુસી ગયો હતો. પરંતુ કુતરાના ભસવાના કારણે પરીવાર જાગી જતા દીપડો પોબારા ભળી ગયો હતો. આ મામલે મળતી માહિતી પ્રમાણે વિસાવદરમાં બેથી ત્રણ બચ્ચા ધરાવતી સિંહણનો ખોફ વધી રહ્યો છે. જૂનાગઢમાં દીપડા બાદ સિંહણનો બેખોફ રીતે વધી રહ્યો છે. આ પહેલા વિસાવદર પંથકમાં દીપડાનો ઘણો જ આતંક હતો જેના કારણે ઘણાં લોકોએ જીવ પણ ગુમાવ્યાં છે. ગામનાં લોકો દીપડાથી તો ત્રસ્ત હતા જે બાદ હવે સિંહણ આ પંથકમાં વધી રહ્યો છે. હાલ ખેડૂતોની પાક લણવાની મોસમ ચાલી રહી છે. ત્યારે આ સિંહણને કારણે લોકોમાં ભયનો માહોલ વધ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -