ગુજરાતમાં પાન મસાલાના ગલ્લા ખોલવાની પરવાનગી આપવામાં આવતા ભરૂચ શહેરમાં વ્યસનકારોનો મેળાવડો જામ્યો હતો. સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
ત્યારે કોરોના વાયરસનું જાહેરમાં થૂંકવાથી અને એકબીજાના સંપર્કમાં આવવાથી સંક્રમણ વધતું હતું. જેના પગલે સરકાર દ્વારા પાન મસાલા અને ગુટકાઓના ગલ્લાઓ પર સદંતર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. તેમજ કોરોના વાયરસના કારણે ગુટકા અને પાનમસાલા ઉપર પ્રતિબંધના પગલે કાળા બજારના કૌભાંડ સામે આવ્યા હતા.
ત્યારે ઘણા દિવસો પછી મસાલા અને ગુટકાઓની દુકાન અમુક નિયમો સાથે ખોલવામાં આવી છે જેમકે, વધુ પ્રમાણમાં એકત્ર ન થવું, જાહેરમાં થૂકવું નહિ જેવા પ્રતિબંધિત નિયંત્રણો મૂકી દુકાનો શરૂ કરવામાં આવી છે. ત્યારે વ્યસનકારો સવારથી જ દુકાન ઉપર પહોંચી જઈ વધુ પ્રમાણમાં સ્ટોક કરવા માટે મોટા પ્રમાણમાં ખરીદી કરતા નજરે પડ્યા હતા.