સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરી એક વાર બપોરે લિફ્ટ ખોટકાતા માત્ર એક લિફ્ટથી વ્યુઈંગ ગેલેરી સુધી પ્રવાસીઓને લઈ જવાયા હતા. ધીમે ધીમે પ્રવાસીઓની ભીડ વધતાં લાંબી કતારો લાગી હતી. લિફ્ટમાં બેસવા પ્રવાસીઓને ત્રણથી ચાર કલાક લાઈનમાં ઉભા રહેવાનો વારો આવતાં રોષે ભરાયા હતા. સમય વેડફાતાં પ્રવાસીઓએ હલ્લો મચાવ્યો હતો.સ્ટેચ્યુ ખાતે લિફ્ટ ખોટકાતાં પ્રવાસીઓનો રોષ ચરમસીમાએ હોય તેવામાં રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સમાં હાજર એવા કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.પી. સિંહ સહીત અન્ય ઉર્જા મંત્રીઓ સ્ટેચ્યુ જોવા પહોંચ્યા હતા. જ્યાં વીવીઆઈપી બંધોબસ્ત જોતાં પ્રવાસીઓએ મંત્રીઓને ઉગ્ર રજૂઆત કરી હતી, એક મહિલા પ્રવાસીએ આ લિફ્ટની સિસ્ટમ સુધાવાની વાત મંત્રી સમક્ષ રજૂ કરી હતી. જોકે આ બાબતે મંત્રી આર. કે. સિંહે હાલ વિકાસ થઈ રહ્યો છે, ધીમે ધીમે બધું સેટ થઈ જશે તેમ કહી ચાલતી પકડી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શુક્ર, શનિ રવિની રાજાઓમાં પ્રવાસીઓની ભીડ જામતી હોય છે. શુક્રવારે પણ 5500 જેટલા હજાર પ્રવાસીઓ નોંધાયા હતા. શનિ – રવિ કરતાં ઓછા પ્રવાસીઓ હોવા છતાં પણ બપોરે લિફ્ટ ખોટકાતાં માત્ર એક લીફ્ટમાં પ્રવસીઓને 135 મીટરની ઉંચાઈએ આવેલી વ્યૂઈંગ ગેલેરી પર લઈ જવામાં આવતા મર્યાદિત સંખ્યામાં લઈ જવાયા હતા. જેથી પ્રવાસીઓની ભારે ભીડ જામી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -