વૈશ્વિક મહામારી કોરોના વાઇરસની વિપરીત પરિસ્થિતીમાં પણ જામનગર મહાનગર પાલિકાના સફાઈ કામદારો પોતાની ફરજ નિષ્ઠાથી બજાવી રહ્યા છે, ત્યારે તેમના પરિવારજનોની સ્વાસ્થયની સુરક્ષા માટે તેઓના રહેણાક વિસ્તારમાં તાકીદે સેનેટાઈઝર કરવા જાગૃત કામદાર મહેશભાઇ વાધેલાએ કમિશનરને પત્ર પાઠવીને રજૂઆત કરી છે. પત્રમાં વધુમાં જણાવ્યુ છે કે, પ્રવર્તમાન કોરોનાની મહામારીમાં જામનગર મહાનગર પાલિકાના સફાઈન કામદારો શહેરોની સફાઈ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે.
તેમજ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે સફાઈ કામદારોના પરિવારજનો સંક્રમણનો ભોગ ન બને અને તેનો પરિવાર સુરક્ષિત રહે તે માટે સફાઈ કામદારોના જામનગર શહેરના 20 થી 22 જેટલા રહેણાક વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સેનેટાઈઝરની કામગીરી કરવાનો આદેશ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેવામાં હવે જોવાનું રહ્યું કે આ અંગે તંત્ર તરફથી શું પ્રતિક્રિયા આવશે. તેમજ સફાઈ કામદારોના પરિવાર તેમજ તેમના સ્વાસ્થ્યને લઈને તંત્ર કેટલું સતર્ક છે.