હાલ ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે. ઉનાળાની આ કાળજાળ ગરમીમાં રાજ્યના કેટલાક ભાગોમાં પાણીની અછતસર્જાય છે. તળાવો અને નદીનાળા સુકાઈ જવા લાગ્યા છે. જેને કારણે સરકાર સહિત લોકોમાં પણ ચિંતા વ્યાપી જવા પામીછે. ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લામાં તંત્રની બેદરકારી સામે આવી છે. જિલ્લામાં પાણીની લાઇન લીકેજ થતાં મોટાપ્રમાણમાં પાણીનો વ્યય થવા પામ્યો છે. સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમરેલીના ધારી ગીરના ગામડામાં પીવાના પાણીની પાઇપ લાઈનમાં લીકેજિંગની ઘટના સામે આવી છે.
સુત્રો મુજબ, નર્મદાની પાઇપ લાઈનના વાલ્વમાં લિકેજીંગ થતા પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. ધારીના ઝર થીછતડીયા ગામ સુધીના માર્ગમાં લીકેજિંગની ઘટના થતી જોવા મળી છે .આવી કાળઝાળ ઉનાળાનીગરમીમાં પાણીના લીકેજીંગથી હજારો લીટર પાણીનો વેડફાટ.થયી હતો. આ ઘટના પછી પાણી પુરવઠા તંત્રની ગેરરીતીને ધ્યાનમાં લઇને પાઇપ લાઇન રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.