દિલ્લી તીસ હઝારી કોર્ટ પાસે થોડા દિવસ અગાઉ પોલીસ અને વકીલો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં કેટલાક વકીલોને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાએ મોટા વિવાદ જે જન્મ આપ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકા મથકના બાર એસોસિએશન દ્વારા આ ઘટના મામલે વિરોધ દર્શાવમાં આવી રહ્યો છે. જેમાં દિયોદર બાર એસોસિએશન દ્વારા આ મામલે બેઠક મળી હતી અને લાલ પટ્ટી પહેરી કોર્ટ પરિષદ આગળ વિરુદ્ધ દર્શાવવામાં આવ્યો હતો. આ વિરોધના દિયોદર બાર એસોસિએશનના પ્રમુખ બી.એસ. વાઘેલા, પી.જે. સોની, આર.એચ.ઠક્કર, એન.એસ. વાઘેલા, પી.પી ગોસાઈ, આર.સી મકવાણા, ભરતભાઈ જોશી, ભરતભાઈ ઠાકોર વગરે વકીલ મિત્રો હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ અંગે પી પી ગોસાઈ એ જણાવ્યુ હતું કે દિલ્હીમાં વકીલો ઉપર હુમલો કરવાની ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી નાંખીએ છીએ અને લાલ પટ્ટી પહેરી અમે આ અંગે વિરોધ દર્શાવ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -