થોડા દિવસો અગાઉ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સેનાની હરકતને લઈ ભારતીયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતના 20 જવાન શહિદ થયા હતા. ત્યારે હવે એલએસી બાદ એલઓસી પર ચીનનો મિત્ર દેશ પાકિસ્તાન અવળચંડાઈ કરી રહ્યું હોવાની માહિતી સામે આવી છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ અનુસાર લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીનો જમાવડો છે. તમામ આતંકવાદી પાકિસ્તાની સેનાની મદદથી જમ્મૂ કાશ્મીરમાં ઘૂસણખોરીનું મોટી કાવતરું રચી રહ્યા છે.
દેશમાં અલગ-અલગ પ્રકારની ગુપ્ત એજન્સીઓના રિપોર્ટના આધારે રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે કે આતંકવાદી એલઓસીની અડીને આવેલા લોન્ચિંગ પેડ પર જમા છે જેમની ભારતમાં ઘુસણખોરી કરાવવા માટે પાકિસ્તાની સેના દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
ખાનગી ચેનલ દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, પાકિસ્તાની સેનાએ ભારતીય સુરક્ષાબળો પર હુમલા માટે બોર્ડર એક્શન ટીમને પણ સક્રિય કરી છે જે કોઇ વિસ્તારમાં સક્રિય છે. તેમજ એલઓસીને અડીને આવેલા વિસ્તારોમાં આતંકવાદી ગ્રુપ પાકિસ્તાની સેનાના કેમ્પો પણ જોવા મળ્યા છે.