દેવભૂમિ દ્વારકા જીલાના ખંભાળિયામાં જનરલ હોસ્પિટલને કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ત્યારે ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિદ્વારકા જિલ્લામાં હાલ ડેન્ગ્યુ તેમજ રોગચાળાએ ભરડો લઈ લીધો છે. પરંતુ હાલ ડોકટર નો પૂરતો સ્ટાફ પૂરો ન હોવાના કારણે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ડોકટરનો અભાવ હોય જેને લઈને સામાજિક કાર્યકર મહમદહુસેન ભગાડ, દેસુર ધમા, તેમજ યુવા સામાજિક કાર્યકરો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે. અને એવી માંગ કરવામાં આવી છે કે તાત્કાલિકના ધોરણે ડોકટરનો સ્ટાફ મુકવામાં આવે.