ભુજ માં કચ્છ જીલ્લાનો ખોરાક ઔષધી નિયંત્રણ વિભાગ એટલે કે ફુડ વિભાગ સમગ્ર કચ્છમાં થી શંકાસ્પદ જુદી-જુદી વસ્તુઓના સેમ્પલ મેળવેલ છે ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ફુડ વિભાગ દ્વારા 55 સૅમ્પલો લેવામાં આવ્યા છે જેમાં માવો, પેંડા ,ફરસાણ, મોહનથાળ ,બરફી, ડ્રાયફ્રુટ મીઠાઈ, તથા અન્ય મીઠાઈઓ ના તથાપૌવા ,શિંગોડાના ના લોટ જુદા જુદા પ્રકારના મસાલા રેસ્ટોરન્ટના રાંધેલા ખોરાક વગેરેના સેમ્પલો ફુડ વિભાગ ના ઇન્સ્પેકટરો એ મેળવ્યા છે આ બધા સેમ્પલ લેબોરેટરીમાં જશે અને લેબોરેટરીમાં તેનું એનાલિસિસ થશે ત્યાર બાદ તેના રિપોર્ટ આવ્યા બાદ તેના આધારે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ ખોરાક ઔષધી નિયંત્રણના અધિકારી એમ.જી શેખ દ્વારા કહેવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ક્યાંય પણ ભેળસેળ માલૂમ પડે તો કોઈપણ નાગરિક વિભાગને જાણ કરશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને ફુડ વિભાગ પોતે પણ સંજ્ઞાન લઇ ભેળસેળ કરનારા તત્વો ઉપર ચોક્કસથી કાર્યવાહી કરશે તેવી વાત ફુડ વિભાગના અધિકારી એ કરી હતી
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -